છેલ્લાં ચાર દિવસમાં 70 હજારથી વધુ યાત્રીઓએ અમરનાથ યાત્રામાં ભાગ લીધો. રવિવારે 21 હજાર 512 યાત્રીઓએ બાબા અમરનાથના બરફના શિવલિંગનાં દર્શન કર્યા.
આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ આઠ હજાર 605 યાત્રાળુઓનું વધુ એક જૂથ અમરનાથ ગુફાની યાત્રા માટે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી રવાના થઈ હતી.
યાત્રીઓ 372 વાહનોના કાફલામાં રવાના થયા હતા, જેમાં 6 હજાર 486 પુરુષો, એક હજાર 826 મહિલાઓ, 42 બાળકો, 216 સાધુ અને 35 સાધ્વીનો સમાવેશ થાય છે. આમાંથી ત્રણ હજાર 486 યાત્રી બાલતાલ બેઝ કેમ્પ અને 5 હજાર 119 યાત્રીઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા હતા, જ્યાથી તેઓ પવિત્ર ગુફાની મુસાફરી માટે આગળ વધશે.
ત્રણ જુલાઇએ શરૂ થયેલી અમરનાથા યાત્રા 9 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમે સમાપ્ત થશે.
Site Admin | જુલાઇ 7, 2025 2:46 પી એમ(PM)
છેલ્લાં ચાર દિવસમાં 70 હજારથી વધુ યાત્રીઓએ અમરનાથમાં પવિત્ર શિવલિંગનાં દર્શન કર્યા