ડિસેમ્બર 23, 2025 8:10 પી એમ(PM)

printer

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળમાં S.I.R. બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર

ચૂંટણી પંચે આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને કેરળમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. ઝૂંબેશ બાદ મુસદ્દા મતદાર યાદી પ્રકાશિત કરી. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી યશવંત કુમારે કહ્યું, S.I.R. ઝૂંબેશ હેઠળ રાજ્યભરના એક કરોડ 84 લાખ 95 હજાર 920 મતદાર પાસેથી ગણતરી પત્રક મળ્યા.
તેમાં છ લાખ 42 હજાર 234 જેટલા મતદાર મૃત્યુ પામેલા હોવાનું જણાયું. જ્યારે 19 લાખ 13 હજાર 540 મતદારે સ્થળાંતર અથવા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. તો એક લાખ 29 હજાર 33 જેટલા મતદારના નામ એક કરતા વધુ સ્થળ પર નોંધાયેલા જોવા મળ્યા. મધ્યપ્રદેશમાં પણ દોઢ મહિનાથી વધુ સમય સુધી બૂથ સ્તરના અધિકારી – BLO-એ 230 વિધાનસભા મતવિસ્તારમાં જઈ S.I.R.ની કામગીરી કરી હતી.
કેરળના મુખ્ય ચૂંટણી અધિકારી રથન યુ. ખેલકરે જણાવ્યું, 91 પૂર્ણાંક 35 ટકા ગણતરીપત્રક પરત આવ્યા છે. હવે મુસદ્દા મતદાર યાદી અંગેના વાંધાએ અને દાવાઓ સંબંધિત સુનાવણી તાત્કાલિક શરૂ થશે, જે 22 જાન્યુઆરી 2026 સુધી ચાલશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.