છત્તીસગઢ અને તેલંગાણાના સરહદી વિસ્તારમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટાની પહાડીઓમાં નક્સલવાદ વિરોધી કાર્યવાહી ચાલી રહી છે. છત્તીસગઢ, તેલંગાણા અને મહારાષ્ટ્રના વિવિધ સુરક્ષા દળોએ પહાડીઓમાં માઓવાદી સંગઠનના ટોચના નેતાઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ લગભગ બે દિવસ પહેલા આ કાર્યવાહી શરૂ કરી હતી. સુરક્ષા દળોએ ટેકરીને ઘેરી લીધી છે.
Site Admin | એપ્રિલ 24, 2025 3:21 પી એમ(PM)
છત્તીસગઢ-તેલંગાણાની સરહદ પર અથડામણમાં પાંચ નકસવાદીઓ ઠાર
