હવામાન ખાતાએ આજે છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઓડિશા, વિદર્ભ, મધ્યપ્રદેશ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને ઝારખંડમાં આગામી બેથી ત્રણ દિવસ ધોધમાર વરસાદની સંભાવના છે.
જ્યારે ગુજરાત ક્ષેત્ર, ગોવા, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને હરિયાણામાં આગામી સાત દિવસ સાત દિવસ કેટલાક સ્થળ પર ભારે વરસાદ થઈ શકે છે.
દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પણ આગામી પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી છે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 2:02 પી એમ(PM)
છત્તીસગઢ, કર્ણાટકના દરિયાકાંઠા, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળ પર આજે ભારે વરસાદની આગાહી.
