હવામાન વિભાગે છત્તીસગઢ અને વિદર્ભમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ, કેરળ, ગોવા, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તેલંગાણા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે.આંદામાન અને નિકોબાર ટાપુઓ, છત્તીસગઢ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને વિદર્ભમાં બે દિવસ સુધી વીજળીના કડાકા અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી છે.આ દરમિયાન, દિલ્હીમાં આજે આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે અને તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ થી 34 ડિગ્રી સેલ્સિયસ ની વચ્ચે રહેશે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 8:08 એ એમ (AM)
છત્તીસગઢ અને વિદર્ભમાં આજે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ