જાન્યુઆરી 15, 2026 7:53 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં, 52 માઓવાદીએ સુરક્ષાદળો સમક્ષ આત્મસમર્પણ કર્યું.

છત્તીસગઢમાં, આજે બીજાપુર જિલ્લામાં 52 માઓવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ માઓવાદીઓ પર કુલ 1 કરોડ 45 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરનારાઓમાં 21 મહિલા માઓવાદીઓનો સમાવેશ થાય છે.
આત્મસમર્પણ કરનારા દક્ષિણ સબ-ઝોનલ બ્યુરો અને માઓવાદીઓની ભૈરમગઢ એરિયા કમિટી સાથે સંકળાયેલા હતા. છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિ હેઠળ, દરેક આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને 50 હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.