છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર મહિલા સહિત છ માઓવાદીઓ માર્યા ગયા છે. ચાર માઓવાદીની ઓળખ થઈ ચૂકી છે જ્યારે બાકીના બે ની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે.અધિકારીઓએ પુષ્ટિ કરી કે માઓવાદી દિલીપ બેડજા લાંબા સમયથી ઇન્દ્રાવતી રિઝર્વ અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારોમાં સક્રિય હતો અને રાજ્ય વિરુદ્ધ હિંસક અભિયાન ચલાવી રહ્યો હતો. અથડામણ સ્થળેથી બે AK-47 રાઇફલ સહિત મોટી માત્રામાં શસ્ત્રો પણ મળી આવ્યા છે.
મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ માઓવાદીઓને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી છે.
Site Admin | જાન્યુઆરી 19, 2026 9:07 એ એમ (AM)
છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 4 મહિલા સહિત છ માઓવાદીના મોત