ડિસેમ્બર 3, 2025 7:54 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત માઓવાદી ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં સાત માઓવાદી ઠાર મરાયા. આ અભિયાનમાં બે સુરક્ષાકર્મી શહીદ થયા. જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે જણાવ્યું, બીજાપુર-દંતેવાડા સરહદ પર માઓવાદીઓની હોવાની માહિતી મળતાં દાંતેવાડા અને બીજાપુરના જિલ્લા અનામત દળ, વિશેષ કાર્યદળ, કૉબ્રા એકમ તથા કેન્દ્રીય અનામત પોલીસ દળ – CRPFની સંયુક્ત ટુકડીએ તપાસ અભિયાન હાથ ધર્યું.
સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ રહ્યો હતો. બસ્તર રૅન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી.એ જણાવ્યું, ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં સાત માઓવાદીના મૃતદેહ મળ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત જવાનને બીજાપુરમાં પ્રાથમિક સારવાર અપાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.