મે 21, 2025 2:05 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 20 નક્સલીઓ ઠાર.

છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ટોચના નેતા સહિત 20 નક્સલીઓ માર્યા ગયા છે. ગોળીબાર દરમિયાન સુરક્ષા દળના એક જવાન ઇજાગ્રસ્ત થયા હતા . છત્તીસગઢના નારાયણપુર, દાંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવ જિલ્લાના જિલ્લા અનામત દળની ટીમે બે દિવસ પહેલા અબુઝમાડ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓ અને નક્સલીઓના એક ટોચના કેડરની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું.
આજે સવારથી નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે.