છત્તીસગઢમાં આજે બે અલગ-અલગ ઘટનાઓમાં 30 માઓવાદીઓ માર્યા ગયા હતા. જિલ્લા અનામત રક્ષકદળના એક જવાન માઓવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા હતા. બસ્તર ડિવિઝનના બીજાપુર જિલ્લામાં, સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળી હતી કે બીજાપુર અને દંતેવાડા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા જંગલોમાં માઓવાદીઓ છુપાયેલા છે. આ ગુપ્ત માહિતી પછી, સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમ શોધ અભિયાન પર નીકળી હતી.
અત્યાર સુધીમાં સ્થળ પરથી 26 માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્વચાલિત હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. છત્તીસગઢના કાંકેર જિલ્લામાં અન્ય એક ઓપરેશનમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા હતા.
Site Admin | માર્ચ 20, 2025 8:16 પી એમ(PM)
છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણની બે ઘટનાઓમાં 30 માઓવાદીઓનાં મૃત્યુ
