જૂન 26, 2025 1:48 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે મહિલા માઓવાદી ઠાર.

છત્તીસગઢમાં સલામતી દળો સાથેની અથડામણમાં બે મહિલા માઓવાદીનાં મૃત્યુ થયા છે. નારાયપણુર જિલ્લાના અબોજમાદ વિસ્તારના જંગલોમાં અથડામણ થઈ હતી. આ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી હોવાની માહિતીને પગલે જિલ્લા અનામત રક્ષક અને વિશેષ કાર્યદળની સંયુક્ત ટુકડીને અભિયાન માટે મોકલવામાં આવી હતી.
ગઈ સાંજથી સલામતી દળો અને નક્સલવાદીઓ વચ્ચે અવિરત ગોળીબાર ચાલી રહ્યો છે. સલામતી દળોને ઘટના સ્થળેથી બે મહિલા નક્સલવાદીઓનાં મૃતદેહની સાથે બે રાઇફલ મળી આવી છે.