‘જનજાતિ સમુદાયના લોકોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સંપૂર્ણ વિકાસ શક્ય છે.’ છત્તીસગઢમાં ભિલાઈ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન – IITના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આમ જણાવ્યું હતું.
સંસ્થાનના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, છત્તીસગઢની ધરતી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાથી સમૃદ્ધ છે. દેશના વિકાસમાં ભિલાઈની મહત્વની ભૂમિકા હોવાનો પણ રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.
સુશ્રી મુર્મૂએ પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગ, ઝીરો વેસ્ટ ડિસ્ચાર્જ પરિસર, પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસ બદલ છત્તીસગઢના ભિલાઈ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનની પ્રશંસા કરી હતી.
Site Admin | ઓક્ટોબર 26, 2024 2:19 પી એમ(PM)
છત્તીસગઢમાં ભિલાઈ IITના પદવીદાન સમારોહને સંબોધતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, “જનજાતિ સમુદાયના લોકોની સક્રિય ભાગીદારીથી જ દેશનો સંપૂર્ણ વિકાસ શક્ય છે.”
