છત્તીસગઢમાં, બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી અંગે સુરક્ષા દળોને ગુપ્ત માહિતી મળ્યા બાદ ગઈકાલે એક અથડામણ થઈ હતી, અત્યાર સુધીમાં, સ્થળ પરથી બે માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એક રાઇફલ, એક BGL લોન્ચર અને અન્ય વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. આ અથડામણ દરમિયાન જિલ્લા રિઝર્વ ગાર્ડના બે જવાનો ઘાયલ થયા હતા. તેમની સ્થિતિ ભયમુક્ત છે. આ દરમિયાન, છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં, બાર માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ અધિક્ષક રોબિન્સન ગુરિયાએ માહિતી આપી કે, આત્મસમર્પણ કરનારાઓમાંથી નવના માથા પર કુલ અઢાર લાખ રૂપિયાનું ઈનામ હતું. આ ઉપરાંત સુકમા જિલ્લામાં, સુરક્ષા દળોએ ટિફિન બોમ્બ અને વિસ્ફોટક સામગ્રી સાથે ચાર માઓવાદીઓની ધરપકડ કરી છે.
Site Admin | સપ્ટેમ્બર 18, 2025 9:02 એ એમ (AM)
છત્તીસગઢમાં, બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા
