છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે. ઉલ્લેખનીય છે કે ગત 10 મી માર્ચે ઇડીએ 2 હજાર 161 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં ચૈતન્ય બઘેલના નિવાસસ્થાન સહિત રાજ્યભરમાં દરોડા પાડ્યા હતા.
ઇડીના મતે ચૈતન્ય બઘેલ આ કૌભાંડમાંથી મળેલી રકમના સંભવિત લાભાર્થીઓમાંનો એક છે. આ કેસમાં અગાઉ ભૂતપૂર્વ IAS અનિલ તુટેજા, રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર અને અન્ય ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 15, 2025 1:29 પી એમ(PM)
છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે
