છત્તીસગઢના બસ્તરમાં આજે કુલ 208 નક્સલીઓએ શસ્ત્રો મૂકી આત્મસમર્પણ કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબુઝમાદનો મોટાભાગનો વિસ્તાર નક્સલી પ્રભાવથી મુક્ત થઈ ગયો છે, જેનાથી ઉત્તર બસ્તર ક્ષેત્રમાં દાયકાઓથી ચાલી રહેલા લાલ આતંકનો અંત આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આત્મસમર્પણ કરનારા જૂથમાં 110 મહિલાઓ અને 98 પુરુષોનો સમાવેશ થાય છે, જે પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) સંગઠનના વિવિધ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. માઓવાદીઓએ 19 એકે-47 રાઈફલ્સ અને 17 એસએલઆર રાઈફલ્સ સહિત 153 શસ્ત્રો સમર્પણ કર્યા હતા.
Site Admin | ઓક્ટોબર 17, 2025 3:29 પી એમ(PM)
છત્તીસગઢમાં આજે 208 નક્સલવાદીઓનું આત્મસમર્પણ
