છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે. કેન્દ્રીય અનામત પોલીસ દળની કોબ્રા બટાલિયન અને જિલ્લા અનામત ગાર્ડની સંયુક્ત ટીમે બીજાપુર જિલ્લાના બાસાગુડા વિસ્તારમાં તપાસ અભિયાન દરમિયાન થયેલી અથડામણમાં બે માઓવાદી માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ વિસ્તારમાં હજુ પણ તપાસ ચાલી રહી છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 2:21 પી એમ(PM)
છત્તીસગઢમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા
