છત્તીસગઢમાં ધમતરી જિલ્લામાં આજે કુલ નવ માઓવાદીએ આત્મસમર્પણ કર્યું. તેમાંથી સાત માઓવાદી મહિલા છે. તેમની ઉપર કુલ 47 લાખ રૂપિયાનું ઈનામ હતું. માઓવાદીઓએ રાયપુર રૅન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા અને ધમતરી જિલ્લાના પોલીસ અધિક્ષક સુરજ સિંહ પરિહાર સમક્ષ સમર્પણ કર્યું હતું.
દરમિયાન તેમણે ઘણા હથિયાર પણ સોંપ્યા. પોલીસના જણાવ્યા મુજબ, આ માઓવાદીઓ રાજ્યના સીતાનાડી ક્ષેત્રની સાથેસાથે નગરી, મૈનપુર અ ગોબરા ક્ષેત્રમાં સક્રિય હતા અને તેમની ઉપર અનેક ઘટનાઓમાં સામેલ હોવાનો આક્ષેપ હતો.
Site Admin | જાન્યુઆરી 23, 2026 7:51 પી એમ(PM)
છત્તીસગઢમાં આજે નવ માઓવાદીએ આત્મસમર્પણ કર્યું.