સપ્ટેમ્બર 22, 2024 2:26 પી એમ(PM)

printer

છત્તીસગઢમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વિદર્ભમાં તેમજ છત્તીસગઢમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે ઉમેર્યું હતું કે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે.
આસામ અને મેઘાલયમાં આવતીકાલથી શુક્રવાર સુધી જયારે બિહારમાં બુધવાર સુધી છૂટાંછવાયાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આવતીકાલથી આગામી ત્રણ દિવસો દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યાનમમાં અને ઉત્તરીય કર્ણાટક અને તેલંગાણામાં છૂટાછવાયા ભારે વરસાદની પણ શક્યતા છે.