છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૨૯ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાંથી એક પર બે લાખ રૂપિયાનું ઇનામ હતું. આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ ગોગુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સક્રિય દર્ભા ડિવિઝનના સભ્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે જણાવ્યું હતું કે તે બધા માઓવાદીઓ સાથે સંકળાયેલા વિવિધ બનાવોમાં સામેલ હતા.
આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ પચાસ હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અને અન્ય સુવિધાઓ આપવામાં આવશે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 8:09 પી એમ(PM)
છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે ૨૯ માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું.