છત્તીસગઢના સુકમા જિલ્લામાં, આજે 26 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, જેમાં 13 નક્સલીઓ સામે 65 લાખ રૂપિયાનું સામૂહિક ઇનામ હતું. પોલીસ અધિક્ષક કિરણ ચવાણના જણાવ્યા અનુસાર, પૂના માર્ગેમ પુનર્વસન પહેલ હેઠળ, સાત મહિલાઓ સહિત કેડરોએ વરિષ્ઠ પોલીસ અને CRPF અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું.
ચવાણે ઉમેર્યું કે તેઓ પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી બટાલિયન, સાઉથ બસ્તર ડિવિઝન, માડ ડિવિઝન અને માઓવાદીઓના આંધ્ર ઓડિશા બોર્ડર ડિવિઝનમાં સક્રિય હતા અને છત્તીસગઢના અબુઝમાડ, સુકમા અને ઓડિશાના સરહદી વિસ્તારોમાં હિંસાની ઘણી ઘટનાઓમાં સામેલ હતા. આત્મસમર્પણ કરનારા તમામ નક્સલીઓને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી અને સરકારની નીતિ મુજબ તેમનું પુનર્વસન કરાશે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 7:51 પી એમ(PM)
છત્તીસગઢના સુકમા જિલ્લામાં, 6 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું.