ડિસેમ્બર 18, 2025 2:00 પી એમ(PM)

printer

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા.

છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ માઓવાદીઓ માર્યા ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, કિસ્તારામ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ જિલ્લા રિઝર્વ ગાર્ડની એક ટીમને તપાસ માટે મોકલવામાં આવી હતી.
જ્યાં અથડામણ થઈ હતી. પોલીસ અને સુરક્ષા દળોની વધારાની ટીમો આ વિસ્તારમાં મોકલવામાં આવી છે. વિસ્તારમાં સઘન શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.