છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મહિલા સહિત ત્રણ માઓવાદીઓ માર્યા ગયા.
પોલીસના જણાવ્યા અનુસાર, તુમલપાડ વિસ્તારના જંગલમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ જિલ્લા રિઝર્વ ગાર્ડની એક ટીમને શોધ અભિયાન માટે મોકલવામાં આવી હતી. સવારથી સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલુ હતો.
અત્યાર સુધીમાં, ઘટનાસ્થળેથી ત્રણ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. તેમના પર 15 લાખ રૂપિયાનું ઇનામ હતું. સુરક્ષા કર્મચારીઓએ ઘટનાસ્થળેથી એક રાઇફલ, એક BGL લોન્ચર અને અન્ય શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કર્યા.
બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પી. એ જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળોની વધારાની ટીમો વિસ્તારમાં મોકલવામાં આવી છે. સઘન શોધખોળ કામગીરી ચાલી રહી છે.
Site Admin | નવેમ્બર 16, 2025 2:08 પી એમ(PM)
છત્તીસગઢના સુકમામાં બે મહિલા સહિત ત્રણ માઓવાદીઓનું એન્કાઉન્ટર કરાયું.