છત્તીસગઢમાં, ગઈકાલે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સમક્ષ 23 મહિલા સહિત 103 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આમાંથી 49 માઓવાદીઓ પર એક કરોડ છ લાખ રૂપિયાથી વધુનું ઈનામ જાહેર કરાયું હતું.રાજ્ય સરકારની પુનર્વસન નીતિ હેઠળ, દરેક આત્મસમર્પણ કરનાર માઓવાદીને 50 હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ અપાઈ હતી. આ સાથે, આ વર્ષે બીજાપુર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 410 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ ઉપરાંત, 421ની ધરપકડ અને 137 માઓવાદીઓ માર્યા ગયા છે.
Site Admin | ઓક્ટોબર 3, 2025 9:52 એ એમ (AM)
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 103 માઓવાદીઓનું આત્મસમર્પણ
