છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓ માર્યા ગયા છે. મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી સેલ્ફ-લોડિંગ રાઈફલ્સ સહિત મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં માઓવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ, સુરક્ષા દળોની એક સંયુક્ત ટીમને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. ગઈકાલ સાંજથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સમયાંતરે ગોળીબાર ચાલી રહ્યો છે.
Site Admin | જુલાઇ 27, 2025 9:16 એ એમ (AM)
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગઈકાલે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર માઓવાદીઓના મોત
