એપ્રિલ 12, 2025 1:56 પી એમ(PM)

printer

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ ઠાર

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદીઓ માર્યા ગયા છે.
સુરક્ષા કર્મચારીઓની એક સંયુક્ત ટુકડી ઇન્દ્રાવતી જંગલ વિસ્તારમાં નક્સલ વિરોધી કાર્યવાહી કરી રહી હતી તે સમયે માઓવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં માર્યા ગયેલા બંને નક્સલીઓના મૃતદેહ સુરક્ષા દળોએ કબજે કર્યા છે. વિસ્તારમાં હજુ પણ શોધ અભિયાન ચાલુ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.