છત્તીસગઢના બીજાપુરમાં આજે સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતાં. છત્તીસગઢના બીજાપુરના બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં આજે સવારે નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો.
બીજાપુરના અધિક પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગવર્ણાએ, અથડામણ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસે બંને પુરુષ માઓવાદીઓના મૃતદેહ કબજે કર્યા છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 7:52 પી એમ(PM)
છત્તીસગઢના બીજાપુરમાં આજે સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતાં
