નવેમ્બર 4, 2025 8:31 પી એમ(PM)

printer

છત્તીસગઢના બિલાસપુરમાં બે ટ્રેન વચ્ચેના અકસ્માતમાં ચારનાં મોત- 20 લોકો ઘાયલ

છત્તીસગઢના બિલાસપુર શહેર નજીક આજે સાંજે એક ટ્રેન અકસ્માત થયો. લાલખાદન નજીક એક પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં 20 લોકો ઘાયલ થયાની આશંકા છે. રેલવે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.