જુલાઇ 19, 2025 8:03 એ એમ (AM)

printer

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદીઓ માર્યા ગયા

છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ માઓવાદીઓ માર્યા ગયા છે.રાજ્યના બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક પી. સુંદરરાજે જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમોએ માઓવાદી વિરોધી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગઈકાલે બપોરે અબુઝહમાડ વિસ્તારના જંગલોમાં અથડામણ શરૂ થઈ હતી.એન્કાઉન્ટર સ્થળેથી 6 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. સુરક્ષા કર્મચારીઓએ AK-47 અને ઓટોમેટિક રાઈફલ્સ સહિત મોટી માત્રામાં હથિયારો પણ કબજે કર્યા છે. એન્કાઉન્ટર સ્થળ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા દળોનું સઘન શોધ અભિયાન ચાલી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.