છત્તીસગઢના નારાયણપુરમાં ગઇકાલે ચાર મહિલાઓ સહિત પાંચ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના જણાવ્યા મુજબ એક દિવસ અગાઉ, 20 થી વધુ નક્સલીઓએ પોતાના શસ્ત્રો સમર્પણ કર્યા હતા. છત્તીસગઢના સુકમામાં પોલીસ અધિક્ષક (એસપી) કિરણ ગંગારામ ચવ્હાણની હાજરીમાં એક દિવસ અગાઉ નવ મહિલાઓ સહિત 22 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. શરણાગતિ પામેલા નક્સલીઓને સરકારની શરણાગતિ નીતિ હેઠળ તમામ લાભો મળશે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં, 26 નક્સલીઓએ દાંતેવાડામાં આત્મસમર્પણ કર્યું હતું.
Site Admin | એપ્રિલ 20, 2025 9:09 એ એમ (AM)
છત્તીસગઢના નારાયણપુરમાં ગઇકાલે ચાર મહિલાઓ સહિત પાંચ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું