જાન્યુઆરી 9, 2026 8:15 પી એમ(PM)

printer

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ 63 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું.

આજે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ 63 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આમાંથી 36 માઓવાદીઓ પર એક કરોડ ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયાનું ઈનામ હતું.
પત્રકારો સાથે વાત કરતા, શ્રી રાયે જણાવ્યું કે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓમાંથી 18 મહિલાઓ હતી. આ માઓવાદીઓ દરભા ડિવિઝન, દક્ષિણ બસ્તર, પશ્ચિમ બસ્તર, મદ પ્રદેશ અને પડોશી રાજ્ય ઓડિશામાં સક્રિય હતા