મે 4, 2025 2:59 પી એમ(PM)

printer

છત્તીસગઢના ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

છત્તીસગઢના કવર્ધા જિલ્લા તંત્રના અધિકારીઓ,પદાધિકારીઓ અને ગ્રામીણ ખેડૂતોના 26 સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિમંડળ છત્તીસગઢ રાજ્યમાં જિલ્લા સંકલિત ગ્રામીણ વિકાસ વ્યૂહરચના અંતર્ગત ગુજરાત મોડલ પર તેમના રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં નવીનીકરણ અને અસરકારક યોજનાકીય અમલના વ્યાપ અને વિસ્તરણમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેના અભ્યાસ અર્થે એક સપ્તાહની ગુજરાત મુલાકાતે આવ્યું છે.