નવેમ્બર 8, 2025 1:22 પી એમ(PM)

printer

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં, સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે રાયપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા સમક્ષ પોતાના શસ્ત્રો મૂક્યા હતા.
આ પ્રસંગે, આત્મસમર્પણ કરનારા માઓવાદીઓએ પોલીસને છ શસ્ત્રો પણ સોંપ્યા હતા. આ માઓવાદીઓ પર કુલ સાડત્રીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.