ડિસેમ્બર 8, 2025 7:52 પી એમ(PM)

printer

છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડાઈ જિલ્લામાં બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડાઈ જિલ્લામાં આજે બાર નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારાઓમાં નક્સલવાદના સેન્ટ્રલ કમિટીનો એક સભ્ય અને એક ગેંગ લીડરનો સમાવેશ થાય છે.
આ આત્મસમર્પણ બકરકટ્ટા પોલીસ સ્ટેશન હેઠળના કુમ્હી ગામમાં પોલીસ અધિકારીઓ સમક્ષ થયું હતું, આ નક્સલીઓ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના વિવિધ જિલ્લાઓમાં સક્રિય હતા. તેમણે શસ્ત્રો પણ આત્મસમર્પણ કર્યા હતા.