ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 4, 2025 7:11 પી એમ(PM)

printer

છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ચાર્મી ત્રિવેદી અંડર-19ની સેમિફાઇનલમાં પહોંચી

સુરતમાં રમાઈ રહેલી છઠ્ઠી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ચાર્મી ત્રિવેદી અંડર-19ની સેમિફાઇનલમાં પહોંચી છે. ભાવનગરની છઠ્ઠા ક્રમની ચાર્મીએ એક ગેમથી પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને ત્રીજા ક્રમની જિયા ત્રિવેદીને 3-1થી હરાવીને ગર્લ્સ અંડર-19ની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. બોયઝ અંડર-19 કેટેગરીમાં બિનક્રમાંકિત હેત ઠક્કરે તેની વિજયકૂચ જાળવી રાખી હતી.