કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ચોમાસુ સિઝનમાં રાજ્યના બે લાખ 73 હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 12 લાખ 23 હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શ્રી પટેલે જણાવ્યું કે ખેડૂતોને શિયાળુ મોસમમાં થતા ચણા, રાયડો, ઘઉંનાં પૂરતા ભાવ મળી રહે અને નુકસાન ના થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ડાંગર પ્રતિ ક્વિન્ટલે ૨ હજાર ૩૨૦ રૂપિયા, બાજરી ૨ હજાર ૬૨૫ રૂપિયા, જુવાર 3 હજાર 371 રૂપિયા, મકાઈ ૨ હજાર ૨૨૫ રૂપિયા, તુવેર ૭ હજાર ૭૫૦, અડદ ૭ હજાર ૪૦૦ તેમજ મગફળી પ્રતિ ક્વિન્ટલે ૬ હજાર ૭૮૨ રૂપિયાનાં ભાવે ખરીદવામાં આવી છે
Site Admin | માર્ચ 20, 2025 3:25 પી એમ(PM)
ચોમાસુ સિઝનમાં રાજ્યના બે લાખ 73 હજાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 12 લાખ 23 હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી
