જુલાઇ 27, 2025 9:24 એ એમ (AM)

printer

ચોથી ટેસ્ટ મેચના આજે છેલ્લા દિવસે ભારત બે વિકેટે ૧૭૪ રનથી પોતાનો બીજો દાવ આગળ રમશે

એન્ડરસન-તેંડુલકર ક્રિકેટ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના આજે છેલ્લા દિવસે ભારત બે વિકેટે ૧૭૪ રનથી પોતાનો બીજો દાવ આગળ રમશે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૬૬૯ રન બનાવ્યા હતા અને ભારત પર ૩૧૧ રનની લીડ મેળવી હતી. ભારત હજુ પણ ઇંગ્લેન્ડથી ૧૩૭ રન પાછળ છે.ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં ૩૫૮ રન બનાવ્યા હતા. પાંચ મેચની આ શ્રેણીમાં ભારત ૨-૧થી પાછળ છે.