જામનગર ખાતે યોજાયેલી ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં અમદાવાદના ધૈર્ય પરમારે 46 વર્ષીય જિજ્ઞેશ જયસ્વાલને હરાવીને પુરુષોની સ્પર્ધાનો ખિતાબ જીત્યો. 0-2થી પાછળ રહ્યા બાદ ધૈર્યએ જિજ્ઞેશ જયસ્વાલને 4-2થી હરાવ્યા હતા.મહિલાઓની ફાઇનલ મેચ પણ રોમાંચક બની હતી જેમાં મોખરાના ક્રમના સુરતના ખેલાડી ફ્રેનાઝ છિપીયાએ અમદાવાદની ત્રીજા ક્રમની પ્રથા પવારને 4-3થી હરાવીને પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો.
Site Admin | જુલાઇ 27, 2025 9:31 એ એમ (AM)
ચોથી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં પુરુષોમાં ધૈર્ય પરમાર અને મહિલાઓમાં ફ્રેનાઝ છિપીયાએ ખિતાબ જીત્યા
