ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 31, 2025 10:09 એ એમ (AM)

printer

ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે રાજ્યના શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપુર, પાવાગઢમાં વધારાની S.T. બસની વ્યવસ્થા.

ચૈત્રી નવરાત્રિના પ્રારંભથી જ ગઈકાલે યાત્રાધામ પાવાગઢ અને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મળતી માહિતી મુજબ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના વિવિધ રાજ્યમાંથી આવતા ભક્તો માટે પાવાગઢમાં મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મંદિર ખોલવા અને બંધ કરવા તેમજ આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.બીજી તરફ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ- G.S.R.T.C. દ્વારા ભક્તો માટે 60 નવી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢથી માચી ખાતે આ તમામ બસ 24 કલાક કાર્યરત્ રહેશે. જિલ્લા અધિક કલેક્ટર દ્વારા માચી ખાતે ખાનગી વાહનો લાવવા-લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.