ઓગસ્ટ 6, 2025 7:35 એ એમ (AM)

printer

ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ આજથી ચેન્નાઈમાં શરૂ થશે

ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ આજથી ચેન્નાઈમાં શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં બે રાઉન્ડ રોબિન ગ્રુપ છે જેમને માસ્ટર્સ અને ચેલેન્જર્સ એમ બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. આજે માસ્ટર્સના પહેલા રાઉન્ડમાં, ભારતીય ગ્રાન્ડ માસ્ટર અર્જુન એરિગાઈસી અમેરિકાના ખેલાડી ઇવાન્ડર લિયાંગનો સામનો કરશે અને વિદિત ગુજરાથી નેધરલેન્ડ્સના જોર્ડન વાન ફોરેસ્ટનો સામનો કરશે.દરમિયાન,ચેલેન્જર્સ કેટેગરીમાં તમામ ભારતીય ખેલાડીઓ ભાગ લેશે, જેમાં મહિલા કેટેગરીમાં હરિકા દ્રોણવલ્લી અને વૈશાલી રમેશબાબુનો સમાવેશ થાય છે. બંને કેટેગરીમાં રાઉન્ડ રોબિન ફોર્મેટ હશે અને ખેલાડીઓએ નવ રાઉન્ડમાં ભાગ લેવાનો રહેશે.