ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 12, 2025 9:51 એ એમ (AM) | Election | Gram Panchyaat | Gujarat

printer

ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યમા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ

રાજ્યમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. જોકે ચૂંટણી યોજાય તે પહેલા જ રાજ્યમા કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ.
ડાંગના આહવા તાલુકામા 26 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાનાર હતી. જેમાંથી 7 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા 17 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાશે અને 2 ગ્રામ પંચાયત અંશત બિનહરીફ જાહેર કરવામાં આવી છે. તે જ રીતે વઘઇ તાલુકામા 17 ગ્રામ પંચાયતોમાંથી 5 ગ્રામ પંચાયત સમરસ થતા હવે 12 ગ્રામ પંચાયતો પર ચૂંટણી થશે. જ્યારે સુબીર તાલુકામા 4 ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા હવે 13 ગ્રામ પંચાયતોમા ચૂંટણી યોજાશે.
તાપી જિલ્લાની 40 ગ્રામ પંચાયતો માંથી ત્રણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા હવે 37 ગ્રામ પંચાયત પર ચૂંટણી યોજાશે.
કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે 575 ફોર્મ ભરાયા છે. ગઈકાલે 210 જેટલા ફોર્મ પરત ખેંચાયા છે. અને 30 ગ્રામ પંચાયતો સમરસ બનતા હવે સરપંચ સહિત કુલ 1 હજાર 662 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.
બીજી તરફ મોરબી જિલ્લાની 50 ટકાથી વધુ ગ્રામ પંચાયતો સમરસ બની છે .હવે રાજ્યમાં આગામી 22 જૂને મતદાન અને 25 જૂને મતગણતરી હાથ ધરાશે.