ચૂંટણી પંચ આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટેના મતદાન કાર્યક્રમની જાહેરાત કરશે. આ અંગે ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ કરશે. 70 સભ્યોની દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23મી ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. સત્તાધારી આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીની તમામ વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જ્યારે ભારતીય
જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં 29 ઉમેદવારોની જાહેરાત કરી છે.
દિલ્હીમાં 1 કરોડ 55 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે, જેમાં 83 લાખથી વધુ પુરુષ મતદારો, 71 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.દિલ્હીના મુખ્ય ચૂંટણી કાર્યાલય અનુસાર વિકાસપુરી વિધાનસભામાં સૌથી વધુ 4 લાખ 62 હજાર મતદારો છે, જ્યારે દિલ્હી કેન્ટ વિધાનસભામાં સૌથી ઓછા 78 હજાર 800 મતદારો છે.