ચૂંટણી પંચ, ચાલુ SIR પ્રક્રિયા બાદ આજે ઉત્તર પ્રદેશ માટે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરશે. ડ્રાફ્ટ મતદાર યાદી મૂળ 31 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થવાની હતી.ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું કે દાવાઓ અને વાંધા સ્વીકારવાનો સમયગાળો 6 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધીનો છે. દાવાઓ અને વાંધાનો નિર્ણય 6 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી, સુધી નોટિસ તબક્કા દરમિયાન કરવામાં આવશે.મતદાર યાદીનું અંતિમ પ્રકાશન 6 માર્ચના રોજ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે બધા ગણતરી ફોર્મ ડિજિટાઇઝ્ડ થઈ ગયા છે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 7:46 એ એમ (AM)
ચૂંટણી પંચ આજે ઉત્તર પ્રદેશની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ કરશે