ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગના વર્તમાન માર્ગદર્શિકામાં સંશોધન કર્યું છે. તે મુજબ, EVM મતપત્ર પર ઉમેદવારોની રંગબેરંગી તસવીર છપાશે અને તસવીર ચોખ્ખી દેખાય તે માટે ઉમેદવારના ચહેરાની તસવીર ત્રણ-ચતુર્થાંશ ભાગમાં હશે.
તમામ ઉમેદવારો અને નોટાનનું નામ પણ એક જ ફૉન્ટમાં છપાશે, જેથી તમામ નામ સરળતાથી વાંચી શકાય. ચૂંટણી પંચે જણાવ્યું, આગામી ચૂંટણીઓમાં અદ્યતન EVM મતપત્રોનો ઉપયોગ કરાશે અને તેની શરૂઆત બિહારથી થશે. પંચે આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને પત્ર લખ્યો છે. પંચે નિર્દેશ આપ્યો કે, એક મતપત્ર એક શિટ પર મહત્તમ પંદર ઉમેદવારનોના નામ વ્યવસ્થિત કરાશે અને પૅનલ પર અંતિમ ઉમેદવારના નામ પછી નોટાનો વિકલ્પ હશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 7:56 પી એમ(PM)
ચૂંટણી પંચે EVM મતપત્રોની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા મતપત્રોની ડિઝાઈન અને પ્રિન્ટીંગની માર્ગદર્શિકામાં સંશોધન કર્યું
