ચૂંટણી પંચે 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી કાઢી નાખ્યા છે. ચૂંટણીપંચની યાદીમાં જણાવ્યા મુજબ આ રાજકીય પક્ષો વર્ષ 2019થી છ વર્ષ સુધી એક પણ ચૂંટણી લડવાની આવશ્યક શરત પૂરી કરવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમને ચૂંટણીપંચની યાદીમાથી દૂર કરાયા છે.આ પક્ષોના કાર્યાલયો પણ જાણી શકાયા નથી. ઉલ્લેખનીય છે કે દેશના રાષ્ટ્રીય રાજકીય પક્ષો, સ્થાનિક રાજકીય પક્ષો અને નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ચૂંટણી પંચની યાદીમાં નોંધવામાં આવે છે.
Site Admin | ઓગસ્ટ 10, 2025 8:35 એ એમ (AM)
ચૂંટણી પંચે 334 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા
