ચૂંટણી પંચે વર્ષ 2025 માટે મતદારોના શિક્ષણ અને જાગૃતિ પર શ્રેષ્ઠ અભિયાન માટે મીડિયા પુરસ્કારો માટે પ્રવેષ્ટીઓ આમંત્રિત કરી છે. આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય ચૂંટણી ભાગીદારી અને સુલભ ચૂંટણીઓ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવામાં મીડિયા સંગઠનોના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવાનો છે.આ પુરસ્કારો પ્રિન્ટ, ટેલિવિઝન, રેડિયો અને ઓનલાઈન મીડિયા સહિત ચાર શ્રેણીઓમાં અપાશે. વધુમાં,પંચે નવા સ્થાપિત મીડિયા શ્રેષ્ઠતા પુરસ્કારની જાહેરાત કરી છે. પંચે આ શ્રેણી હેઠળની બધી ભલામણો અને નામાંકનો આગામી 7મી તારીખ સુધીમાં રજૂ કરવા જણાવ્યું છે.ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓને સસ્પેન્ડ કરાયેલા પાંચ અધિકારીઓ સામે FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.આ અધિકારીઓ પર મતદાર યાદીમાં ખોટા અથવા અસ્તિત્વમાં ન હોય તેવા મતદારોના નામ ગેરકાયદે રીતે સામેલ કરવાના આરોપ છે. ચૂંટણી પંચે અગાઉ આ અધિકારીઓના બરતરફ કરવાનો અને રાજ્યના મુખ્ય સચિવને તેમની સામે FIR નોંધવા નિર્દેશ આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કોઈ FIR દાખલ કરવામાં ન આવતા ચૂંટણી પંચે હવે આ કાર્યવાહી કરી છે.
Site Admin | જાન્યુઆરી 3, 2026 9:45 એ એમ (AM)
ચૂંટણી પંચે વર્ષ 2025 માટે મતદારોના શિક્ષણ અને જાગૃતિ પર શ્રેષ્ઠ અભિયાન માટે મીડિયા પુરસ્કારો માટે પ્રવેષ્ટીઓ આમંત્રિત કરી