ચૂંટણી પંચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે.
ગઈકાલે નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓની બે દિવસીય પરિષદનું સમાપન થયું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ પરિષદમાં ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી પણ હજાર રહ્યા હતા. વિશેષ સઘન સુધારા પ્રક્રિયાની વિગતો પર વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રસ્તુતિ બાદ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના સ્પષ્ટીકરણો આપવામાં આવ્યા. દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓએ આ પરિષદમાં ભાગ લીધો હતો.
ચૂંટણી પંચે આસામ, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સાથે અલગથી ચર્ચા કરી હતી. ચૂંટણી પંચે છેલ્લા વિશેષ સઘન સુધારા અંગે અગાઉ જારી કરાયેલી સૂચનાઓનું પાલન કરવામાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.
Site Admin | ઓક્ટોબર 24, 2025 10:51 એ એમ (AM)
ચૂંટણી પંચે, મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા-SIR માટે તૈયારી કરવા નિર્દેશ આપ્યો