માર્ચ 3, 2025 6:11 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે. રાજ્ય વિધાનસભામાં અમાશ્યા પાડવી, પ્રવીણ દટકે, રાજેશ વિટકર, રમેશ કરાડ અને ગોપીચંદ પડલકર સહિત અન્ય સભ્યોની ચૂંટણીને કારણે આ પાંચ બેઠકો ખાલી પડી છે. આ સૂચના 10 માર્ચે બહાર પાડવામાં આવશે. 17 માર્ચ સુધી ઉમેદવારી  પત્ર દાખલ કરી શકાશે. ૧૧ માર્ચે તપાસ કરવામાં આવશે. 20 માર્ચ સુધી નામ પાછા ખેંચી શકાશે.27 માર્ચે મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી પણ થશે.