નવેમ્બર 30, 2025 7:34 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદા વધારી.. હવે 11મી ડિસેમ્બર સુધી ગણતરીનો તબક્કો યોજાશે

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો,કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની સમયમર્યાદામાં વધારી છે. જે અનુસાર ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે 16 ડિસેમ્બર, 2026ના રોજ ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તદુપરાંત તા.16.12.2025થી 07.02.2026 દરમિયાન વાંધા અરજી અને સુનાવણીની પ્રક્રિયા ચાલશે. જ્યારે 14.02.2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.