ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે બે મતદાર ઓળખ કાર્ડ રાખીને ગુનો કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે તેજસ્વી યાદવે પત્રકાર પરિષદમાં જે ચૂંટણી ઓળખ કાર્ડનો ઉલ્લેખ કર્યો છે તે તેમના સત્તાવાર મતદાર ઓળખ કાર્ડથી અલગ છે. પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું શ્રી યાદવે ચૂંટણી પંચ સમક્ષ ખોટા તથ્યો રજૂ કર્યા છે.
ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તેમના સાથી તેજસ્વી યાદવ પર ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓને નબળી પાડવા અને અપમાનિત કરવા માટે જૂઠાણાનો આશરો લેવાનો આરોપ લગાવ્યો.
Site Admin | ઓગસ્ટ 3, 2025 8:15 પી એમ(PM)
ચૂંટણી પંચે બે મતદાર ઓળખપત્ર રાખવાના વિવાદમાં રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને વિગતો રજૂ કરવા જણાવ્યું
