ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 28, 2025 7:38 પી એમ(PM)

printer

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોના આઠ વિધાનસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણીઓ માટે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરી છે. આમાં જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોનો સમાવેશ થશે.
મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ૩૨૦ IAS અને ૬૦ IPS અધિકારીઓ સહિત કુલ ૪૭૦ અધિકારીઓને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે તૈનાત કરવામાં આવશે. તેઓ દરેક મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે, સુધારા માટેના ક્ષેત્રો ઓળખશે અને ભલામણો કરશે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે નિરીક્ષકો માત્ર મુક્ત, ન્યાયી, પારદર્શક અને સમાવિષ્ટ ચૂંટણીઓ યોજવાની તેની બંધારણીય જવાબદારી પૂર્ણ કરવામાં પંચને મદદ કરશે નહીં, પરંતુ મતદાતા જાગૃતિ અને ભાગીદારી વધારવામાં પણ ફાળો આપશે.
ઉલેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં બડગામ અને નાગરોટા મતવિસ્તાર, રાજસ્થાનમાં અંતા મતવિસ્તાર, ઝારખંડમાં ઘાટશિલા મતવિસ્તાર, તેલંગાણામાં જુબિલી હિલ્સ મતવિસ્તાર, પંજાબમાં તરનતારન મતવિસ્તાર, મિઝોરમમાં ડંપા મતવિસ્તાર અને ઓડિશામાં નુઆપાડા મતવિસ્તાર માટે પેટાચૂંટણીઓ યોજાવાની છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.